ઓવર ટાઈમ

(20)
  • 3.1k
  • 1
  • 1k

ઓવર ટાઈમ“પપ્પા આજે પણ મારા પ્રોગ્રામમાં ન આવ્યા, એમને મારા ટેલેન્ટની કદર જ નથી” ૧૬વર્ષના વિશ્વાસે ટ્રોફી સોફાપર ફેકીને ગુસ્સામાં બાજુના સોફા પર બેસતાં કહ્યું. “બેટા, એ ઓફીસના કામમાં ફસાઈ ગયા હશે અથવા ઓવર ટાઇમ કર્યો હશે. તારા પપ્પા આપણા માટેજ મહેનત કરે છે ને...” નિશાએ પોતાના પતિ રાકેશની પરિસ્થિતિ સમજાવતાં કહ્યું. રાકેશ ઘણીવખત આવીજ રીતે ઓફિસમાં બીઝી થઇ જતો અને વ્યવહારમાં, પ્રસંગોમાં કે વિશ્વાસની સ્કૂલના ફંક્શનમાં પહોચી ન શકતો. ત્યારે નિશા વિશ્વાસને સમજાવતી. રાકેશે બાળપણમાં પૈસાની અછતના કારણે ઘણી ઈચ્છાઓ મારી હતી અને જુવાનીમાં પૈસા ભેગા કરવા માટે ઈચ્છાઓ અધૂરી છોડી હતી. પોતે જોએલા દિવસો તેના પરિવારને ન જોવા