દિકરી

  • 3.2k
  • 1.2k

આજે આ ડાઇનિંગ ટેબલ સાવ સુનસાન લાગી રહ્યું હતું ઉર્વરક ને, ન જાણે કેમ આજે જમવાની બધી વાનગી મીઠાશ વગરની લાગી રહી હતી, શું એની ખોટ આટલી બધી હતી?અંતર આત્માએ કદાચ હકારમાં જવાબ આપ્યો.હા, એની ખોટ હતી, કેમ ના હોય? અડધું અંગ હતી એ. ખુશીઓનો ગુણાકાર અને દુઃખોનો ભાગાકાર હતી. ચહેરા પરનું સ્મિત હતી તો ક્યારેક આંખ પરના આંસુ પણ. ફુલ કપમાંથી અડધા કપ ચાની ભાગીદાર!!! જાણે લાગણી નો દરીયો એ હતી એની અર્પણા. અર્પણા એટલે પૂરે પૂરી ઉર્વરક ને અર્પણ. ડાઈનીંગ ટેબલ પર પોતે બેઠો, ટિસ્યુ પેપર હાથમાં લઈને અનાયાસે જ ગડીઓ વાળવા લાગ્યો, જાણે જમવાનું