દિલ કા રિશ્તા - 11

(67)
  • 5.1k
  • 5
  • 2.1k

( મિત્રો આપણે આગળ જોયું કે વિરાજ અને આશ્કાના લગ્નની વિધિઓ શરું થઈ જાય છે હલ્દીની રસમ ખૂબ સારી રીતે પૂરી થાય છે. આશ્કા એના જીવનનાં નવા સફરમાં ડગ માંડવા માટે ખૂબ ખુશ હોય છે. હવે જોઈશું આગળ શું થાય છે. ) આજે તો અપના ઘર આશ્રમમાં ધમાલ મચી ગઈ છે. કેમ કે અપનાઘરના ઈતિહાસમાં પહેલીવાર આજે ત્યાં કોઈ છોકરી લગ્ન કરીને પોતાનાં નવા જીવનનો શુભારંભ કરવાં જઈ રહી હતી. આમ પણ અપના ઘરને શરૂ થવાના એટલાં વર્ષો પણ નોહતા થયાં. પણ ત્યાંના ટ્રસ્ટીઓ અને ત્યાં સેવા આપતાં લોકોની નિઃસ્વાર્થ ભાવનાથી કામ કરવાને કારણે શહેરમાં તેની એક ઓળખ તો ઊભી થઈ