ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું ચૌદમું એક કોલેજીયન યુવતીએ ટાવરના પંદરમા માળેથી કૂદી પડી આત્મહત્યા કરી હોવાની ખબર આવી એટલે ઇન્સ્પેક્ટર ઠાકોર તરત જ ધીરાજીને લઇ નીકળી પડ્યા. ઘટના સ્થળે પહોંચીને જોયું તો યુવતી જમીન પર ઊંધી પડી હતી. પેટ અને છાતીના ભાગ દબાયેલા હતા. બંને હાથની હથેળીઓ જમીન પર હતી. તેની લાંબી લાંબી આંગળીઓ પરની તાજી નેઇલ પોલીશ અને હોઠ પરની લિપ્સ્ટિક પરથી એ સમજતાં વાર ના લાગી કે આ યુવતીને સૌંદર્ય પ્રસાધનોથી સુંદર રહેવાનો શોખ હશે. ઇન્સ્પેક્ટર ઠાકોરનું અનુમાન સાચું જ હતું. મરનાર યુવતી સુરીના સુંદરતાની મૂર્તિ હતી. તે કોઇ સંગેમરમરની જીવતી મૂર્તિ જેવી હતી. સુરીના કોલેજમાં દર વર્ષે બ્યુટી