પેન્ટાગોન - ૨

(73)
  • 6.1k
  • 11
  • 4k

(સોનાપુરનો મહેલ ચાંદની રાતમાં ચમકી રહ્યો છે જ્યાં કબીર એના દોસ્ત સાથે મજા કરવા આવ્યો છે. એની જાણમાં મહેલની પાછળના જંગલમાં આવેલી માતાજીની દેરી અને વાઘનું રહસ્ય આવે છે અને...)રાતના આઠ વાગી ગયેલા. મહેલના રસોડામાં આજે લાંબા સમયે અવનવા ભોજનની સોડમ રેલાઈ રહી હતી, માંસાહારી ભોજનની! “માલિક જમવાનું તૈયાર છે." મહેલમાં કામ કરતો રઘુ કબીર અને એના ત્રણ દોસ્ત બેઠા મજાક મસ્તી કરી રહ્યા હતા એ બેઠકખંડમાં આવીને કહી રહ્યો હતો.“શું બનાવ્યું છે? કંઇક મજા આવે એવું કે જંગલમાં મળતા ઝાડ પાંદડા ખાઈને પેટ ભરવાનું છે?" સાગરે રઘુ સામે જોઇને સહેજ કરડા અવાજે પૂછેલું.“અબે જરા પ્રેમથી વાત કર. બિચારો ગભરાઈ ગયો!"