((ભાગ ૧ માં આપણે જોયું કે મિસ્ટર અવસ્થીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું છે એવું પી. એમ. રિપોર્ટ માં મળે છે. ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી રોહિત અને અન્ય લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવે છે. હવે આગળ .........)) ઇન્સ્પેક્ટર અગ્નિહોત્રી :- મિસ્ટર રોહિત! તમારા અને તમારા ભાઈ ના સબંધો કેવા હતા? તમારા વચ્ચે કઈ એવી ઉગ્ર બોલાચાલી થઇ હોય? અને આવેશ માં આવી જઈને ક્યાંક તમારાથી જ તમારા ભાઈ નું......... રોહિત :- (વચ્ચે થી જ અટકાવીને ) કેવી વાત કરો છો સર! ભાઈ જ મારો પરિવાર હતો. મમી પાપા અને ભાભીના ગયા પછી ભાઈ જ તો એક હતા મારા પરિવાર માં. ભાઈ તો