લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૨૧

(41)
  • 3.9k
  • 2
  • 1.3k

લોકડાઉનનો એકવીસમો દિવસ: (અંતિમ દિવસ)સુભાષ અને મીરાં બંનેમાંથી કોઈ રાત્રે સુઈ નહોતું શક્યું, આખી રાત બંને એજ વિચારતા રહ્યા કે શું કરવું સવારે 10 વાગે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરવાના હતા. સુભાષ ઉઠીને ટીવી પાસે જ બેસી ગયો, મીરાંએ પણ આજે સુભાષ માટે ચા બનાવી તેના ટેબલ ઉપર મૂકી અને થોડે દૂર જઈને ઉભી થઇ ગઈ. જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા હતા તેને જોતા લાગતું જ હતું કે લોકડાઉન વધી જશે, અને એજ થયું, મોદીજીએ પોતાના વક્તવ્યમાં લોકડાઉન વધારવા વિશેની વાત કરી, હવે 3 મે સુધી એટલે કે બીજા 19 દિવસ સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું હતું,