અંગત ડાયરી ============શીર્ષક : તમસોમા જ્યોતિર્ગમય લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૦૫, એપ્રિલ ૨૦૨૦, રવિવારઇલેક્ટ્રિકની દુકાને પપ્પા સાથે આવેલા જિજ્ઞાસુ બાળકે બલ્બનું અવલોકન કર્યું. ડેકોરેશનમાં વપરાતા નાના નાના બલ્બની સિરીઝથી શરુ કરી વીસ, પચાસ, સો વોલ્ટના લેમ્પ અને હેલોઝન જોઈ એણે કૂતુહલવશાત્ પપ્પાને પૂછ્યું, "પપ્પા, આ બધા લેમ્પ કેમ જુદી જુદી સાઈઝના છે?" પપ્પાએ શિક્ષકની અદાથી જ્ઞાન પીરસ્યું, "બેટા, જ્યાં જેટલા પ્રકાશની જરૂર હોય ત્યાં એટલા વોલ્ટનો લેમ્પ લગાડવો જોઈએ. જેમકે આપણે બાથરૂમ નાનું હોવાથી ત્યાં નાની સાઈઝનો લેમ્પ લગાડીએ છીએ અને રૂમમાં મોટી સાઈઝનો. સમજાયું મારા લિટલ એન્જીનીયર તને?""સમજી ગયો પપ્પા." બાળકે આટલું કહી ઉમેર્યું, "હું