લોકડાઉન-૨૧ દિવસ - ભાગ-૨૦

(25)
  • 4.4k
  • 2
  • 1.6k

લોકડાઉનનો વિસમો દિવસ: (વસમો દિવસ)આજે લોકડાઉનનો વિસમો દિવસ હતો પરંતુ સુભાષ અને મીરાંના જીવનનો ખુબ જ વસમો દિવસ હતો. મીરાંએ સુભાષને ડિવોર્સ આપવા માટે તો જણાવી દીધુ છતાં પણ તેના મનમાં ખચવાટ હતો. સુભાષના મનમાં પણ એજ મૂંઝવણ હતીકે કેવી રીતે મીરાંને રોકી લેવી ? પાંચ વર્ષ જેની સાથે જીવન વિતાવ્યું, ત્રણ વર્ષને બાદ કરતા બે વર્ષમાં જેને જીવવાનો ભરપૂર આનંદ આપ્યો એ વ્યક્તિને છોડવાનું દુઃખ સુભાષને પણ હતું, પરંતુ તે પણ જાણતો હતો કે તેને જે ભૂલ કરી છે તેના માટે તે માફી પણ માંગી શકે એમ નથી, અને આ ભૂલ એવી હતી જેને મીરાં માફ પણ ના કરી