આર્યરિધ્ધી - ૪૪

(36)
  • 3k
  • 1
  • 1.2k

ક્રિસ્ટલ પોતાના રૂમમાં બેડ પર બેસીને આર્યવર્ધનને યાદ કરતી હતી ત્યારે તેને આર્યવર્ધન સાથે થયેલી છેલ્લી વાત યાદ આવ્યો. જ્યારે તે બંને છેલ્લી વખત મળ્યા હતા ત્યારે આર્યવર્ધને ક્રિસ્ટલને કહ્યું હતું, “મારા જીવનનું એક જ લક્ષ છે, મારા મમ્મી-પપ્પા, રિદ્ધિના મમ્મી-પપ્પાની બીમારીનો ઈલાજ કરીને તેમને બચાવવા અને રિદ્ધિની રક્ષા કરવી અને જે વ્યક્તિના કારણે મારા પેરેન્ટ્સની આ હાલત થઈ છે તેની પાસેથી બદલો લેવો.” આ દરમિયાન કોઈએ ક્રિસ્ટલના રૂમનો દરવાજો નોક કર્યો એટલે ક્રિસ્ટલે બેડ પરથી ઊભી થઈને દરવાજો ખોલ્યો ત્યારે જોયું કે દરવાજા પર ભૂમિ ઊભી હતી. ક્રિસ્ટલે ભૂમિને રૂમમાં આવવા દીધી ત્યારબાદ રૂમનો દરવાજો બંધ કરી દીધો. ભૂમિ બાલ્કની