માથાભારે નાથો - 39

(60)
  • 5.5k
  • 2
  • 1.7k

માથાભારે નાથો ( 39) હંસ સોસાયટીના મકાન નં 13 માં રાઘવ એનું ફેમિલી લઈ આવ્યો હતો. ઉપરના માળે રાઘવે રસોડું ચાલુ કર્યું એટલે મગન અને રમેશે ત્યાં જમાવનું ગોઠવી દીધું જેથી નાથાની બાને બહુ તકલીફ ન પડે. રાઘવે આપેલી રફનો વેપાર સારો આવી રહ્યોં હતો.નાથો, એ રફ બજારમાં વેચીને સારા પૈસા કમાઈ રહ્યો હતો અને રાઘવે પણ ઠીક ઠીક નાણાં ભેગા કર્યા હતાં. સાંજે જમીને ચારેય દોસ્તો બેઠા હતાં. રમેશને હીરાના બિઝનેસમાં કોઈ રસ નહોતો. રાઘવે નાથાને કહ્યું, "નાથા, હવે આપણે આપણું કારખાનું કરીએ.હું તને મુંબઈથી જે કાચા હીરા મોકલું એ આપણે આપણા કારખાનામાં જ તૈયાર કરીએ