આરુદ્ધ an eternal love - ભાગ-૧૦

(27)
  • 3.4k
  • 4
  • 1.7k

‌. જય અનિરુદ્ધની ઓફિસમાં ગયો ત્યારે અનન્યા ખડખડાટ હસી રહી હતી. એનું અસ્ખલિત હાસ્ય જોઈને જયે કારણ પૂછી જ લીધું. અનિરુદ્ધને અનન્યાનું હાસ્ય ગમતું ન હોય એમ નિર્લેપ થ‌ઈ એ પોતાના કામે વળગ્યો. અનન્યા તો આજે જાણે આર્યા ને ક્લાસલેસ સાબિત કરવા માંગતી હોય એમ ખાંડના લાડુ ની વાતને વળગી રહી. "જય... સોરી યાર... ખોટું ના લગાડતો પરંતુ મને ખૂબ હસવું આવે છે કે તું પેલી માટે ખાંડના લાડુ લઈ આવ્યો? આવી ગિફ્ટ કે સરપ્રાઈઝ તો મેં પહેલીવાર જોઇ." જવાબમાં જય પણ હસી પડ્યો, "જ્યારે કોઈ આપણને હૃદયથી સારું લાગે છે ત્યારે પછી વસ્તુ નું મહત્વ રહેતું નથી.