ભાગ-૯ બેભાન થઈ ગયેલી આર્યાને અનિરુદ્ધે ઊંચકી અને ચાલવા લાગ્યો. આર્યાને એમ્બ્યુલન્સમાં બેસાડવા ને બદલે એણે એને પોતાની ગાડીમાં લીધી. અનિરુદ્ધનો હાથ સતત એના માથે ફરી રહ્યો હતો. “આ કોણ છે,અનિરુદ્ધ.. એને અહીં લાવવાની શી જરૂર હતી? બે એમ્બ્યુલન્સ તો ઊભી હતી!!” અનિરુદ્ધને એ અજાણી છોકરીની કાળજી રાખતો જોઈ અનન્યા અકળાઈ ગઈ. અનિરુદ્ધનું બિલકુલ ધ્યાન ન હતું. “અનિરુદ્ધ… હું તારી સાથે વાત કરી રહી છું.” “ એ મારી ઓફિસમાં કામ કરે છે, અને આમ પણ એણે બેસી રહેવાને બદલે બીજાની મદદ કરવાનું વિચાર્યું એ ન્યાયે મારી ફરજ છે કે હું