ભાગ-૮ “વાઉ…. અનિ … કેટલો સરસ વરસાદ આવી રહ્યો છે. ચાલને નાહવા જઈએ.” બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. અનિરુદ્ધે તંત્રને સાબદું કરી દીધું હતું. પૂરની શક્યતાઓ વચ્ચે એણે રેસ્ક્યુ ટીમો બોલાવી હતી. એ પોતાની ઓફિસમાં બેસવાને બદલે સતત બધે ફરીને જાતે બચાવ અને રાહત કામગીરીની માહિતી લઈ રહ્યો હતો. આજે જીદ કરીને અનન્યા પણ એની સાથે નિકળી હતી. અનન્યાને વરસાદી વાતાવરણ માદક લાગી રહ્યું હતું અને તેને અનિરુદ્ધ સાથે બહાર વરસાદમાં પલળવું હતું પરંતુ અનિરુદ્ધ નું ધ્યાન એ બાબતમાં બિલકુલ ન હતું. એની નજર સતત બહાર ફરી રહી હતી. *** “બાપ રે!!! આર્યા