થોડું અંધારું હતું અને વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. આર્યા પાસે છત્રી ન હતી, રિક્ષાની રાહ જોતી તે વરસાદથી બચવાનો પ્રયત્ન કરી રહી હતી. આ વર્ષે વરસાદ પણ ધોધમાર વરસતો હતો. અનિરુદ્ધ પણ ઓફિસમાંથી નીકળીને ઘેર જઈ રહ્યો હતો. બહાર નીકળીને એણે પલળતી આર્યાને જોઈ. આર્યાના ગોરા ચહેરા પર વરસાદના બિંદુઓ પડતા અને નીતરી જતા. એનો ચહેરો જાણે ફૂલની જેમ નિર્લેપ જ રહેતો હતો. અનિરુદ્ધ ની નજર એના પરથી ખસતી જ ન હતી. અચાનક એને આ બાબતનો ખ્યાલ આવ્યો અને આર્યા તરફથી પોતાના મનને પાછું વાળવા માટે સ્વગત બબડ્યો, પૂઅર પીપલ્સ…