આખું મેદાન શાળાના બાળકો અને અન્ય શહેરીજનોથી ખચાખચ ભર્યું હતું. એ કહેવાની જરૂર ન હતી કે અડધાથી વધારે સંખ્યા યુવતીઓની હતી. એનું કારણ હતું શહેરનો યુવાન, ડેશિંગ અને હિંમતવાન કલેકટર. જ્યારથી તે કલેકટર તરીકે જિલ્લામાં હાજર થયો હતો ત્યારથી એની ચર્ચાઓ ચાલ્યા જ કરતી. અનિરુદ્ધે હાજર થઈને તાબડતોબ નિર્ણયો લેવા માંડીને બધાને અચંબિત કરી દીધાં. એને જોયા પછી એના દેખાવ અને વ્યક્તિત્વના પ્રભાવમાંથી નીકળવું કોઈ પણ યુવતી માટે સરળ ન હતું. કોઈને કોઈ બહાને યુવતીઓ એના બધા કાર્યક્રમોમાં જતી. નામ પણ કેવું! અનિરુદ્ધ! મોટે ભાગે સુટ કે કોટિમાં જ