પંક્તિને કહેવું હતું , પણ કહી ન શકી. એને લાગ્યું ઓફિસમાં વાત કરું એ જ વધારે સારું રહેશે.ધ્રુવ પણ સૂતો નહોતો. એને ખ્યાલ આવ્યો કે પંક્તિ ના મોબાઈલની લાઈટ ચાલુ છે , પણ એ ઊંઘવાનો ડોળ કરવા લાગ્યો. સવારે બને મોડા ઉઠ્યા. ઊંઘ પુરી ન થવાને લીધે બનેંની આંખો સૂજેલી હતી. પંક્તિ ફટાફટ રસોડા માં ચાલી ગયી. ધ્રુવ નો પણ મૂડ સારો નહોતો લાગતો. વાતાવરણ એકદમ ભારે થઇ ગયું હતું. ધ્રુવ office જવા નીકળી જ રહ્યો હતો ત્યાંજ એના ફોન ની રિંગ વાગી. ધ્રુવે ફોન ઉપાડી, ખભા અને કાનની વચ્ચે મુક્યો. કાન ના ટચ ને લીધે ફોન નો સ્પીકર ઓન