જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 24લેખક – મેર મેહુલ શેફાલીને કારણે અમારી વચ્ચે જે ગેરસમજ થઈ હતી એ બાબતે સુલેહ થઈ ગયો હતો.તે દિવસ પછી હું શેફાલીને મળતો તો પણ નિધિને કોઈ પ્રૉબ્લેમ ના થતી.શેફાલી હવે મારી પણ એવી જ ફ્રેન્ડ થઈ ગઈ હતી.ત્રીજું સેમ પૂરું થયું ત્યાં સુધીમાં અમારું ત્રણનું એક ગ્રૂપ જ બની ગયું હતું.શેફાલી ક્લાસમાં પણ મારી બાજુમાં બેસવા લાગી હતી.હું શેફાલી સામે પણ નિધિને વહાલ કરતો.કદાચ નિધિને પસંદ પણ હતું. એ ચોમાસાનો સમય હતો.એક દિવસ હું અને નિધિ વરસાદમાં ભીંજાય હતા એટલે તે બીમાર પડી ગઈ.મેં તેને એક દિવસ કૉલેજ ન આવવા