જોકર - સ્ટૉરી એક લુઝરની - 12

(75)
  • 6k
  • 6
  • 2.8k

જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 12લેખક – મેર મેહુલ જૈનીતના ઘરેથી નીકળી ક્રિશા પોતાના ઘરે આવી.હસમુખભાઈ ત્યારે ઑફિસે જવા બહાર નીકળ્યાં હતા.“સવાર સવારમાં સવારી ક્યાં નીકળી ગઈ હતી?,બે દિવસથી વૉક માટે પણ નથી આવી!!”હસમુખભાઈએ પૂછ્યું.“અંકલ,તમારે આઠથી સાતનું કામ હોતું હશે,મારે તો જાગે ત્યારે માંગે એવું છે”ક્રિશાએ દરવાજામાં પ્રવેશતાં કહ્યું.“સારું હું નીકળું છું,નાસ્તો તૈયાર છે.ફ્રેશ થઈને નાસ્તો કરી લેજે”હસમુખભાઈએ વધુ કંઈ પૂછપરછ ન કરતાં ક્રિશાના માથાં પર હાથ રાખી કહ્યું, “જય શ્રી કૃષ્ણ”“જય શ્રી કૃષ્ણ અંકલ”ક્રિશાએ પણ તેના અંકલને હગ કરતાં કહ્યું.“તું આજે વધુ ખુશ લાગે છે, આવી જ રહેજે”કહેતાં હસમુખભાઈ ઑફિસ જવા નીકળી ગયા. ક્રિશા રૂમમાં આવી,જીન્સ