મુશ્કેલીઓ દૂર કરતા શીખો - 1

(42)
  • 5.6k
  • 5
  • 3k

એક દિવસ ત્રણ મીત્રો અજય, વિજય અને સંજય જંગલમા શીકાર કરવા ગયા. આખો દિવસ તેઓ શીકાર પાછળ ફર્યા પણ શીકાર ન મળ્યો. હવે બન્યુ એવુ કે તેઓ શીકાર ગોતવામાને ગોતવામા રસ્તો ભુલી ગયા અને જંગલમા ક્યાંય ખોવાઇ ગયા. તેઓએ રસ્તો શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ રસ્તો મળ્યો નહી. ઉપરથી ખુબ અંધારુ પણ થઈ ગયુ હતુ એટલે તે ત્રણેય મીત્રોએ જંગલમાજ રાતવાસો કરી સવારે ત્યાંથી પ્રસ્થાન કરવાનો નિર્ણય કર્યો. રાત્રે કોઇ તકલીફ ન પડે તેમજ સુરક્ષા જળવાઇ રહે તે માટે ત્રણેય મીત્રોએ વારાફરથી ચોકીદારી કરવાનો નિર્ણય કર્યો જેમા એક વ્યક્તી જાગે અને બાકીના બે વ્યક્તીઓની રક્ષા કરે. રાત્રે જાગવાનો પહેલો