અધ્યાય ૨ આખરે લાઈફલાઈનથી લટકી રહેલા ઋષિને થોડુ ભાન આવતા એ સતર્ક થયો. એક ખાસ પ્રકારની વિનાઈલ ટેપ એની પાસે હતી જે કોઈપણ પ્રકારનુ લિકેજ રોકી શકે. ઋષિએ ઓક્સિજનની ટાંકીના ગાબડા પર એ ટેપ લગાવી દીધી હતી. પેટ્રીકને પણ ધીરે ધીરે પોતાની તરફ આવતો જોઈ એણે રાહત અનુભવી. આંખો બંધ કરી એ વિચારી રહયો હતો અને પોતાના મનને ધરપત આપી રહયો હતો કે થોડી જ વારમાં પેટ્રીક એના સુધી પંહોચશે, એને પોતાની સાથે પાછો શીપમાં લઈ જશે અને પાછો જઈને સૌથી પહેલા એ ઈન્ટરનેટ પર એની બા સાથે વાતો કરશે. પેટ્રીકના પોતાના સુધી પંહોચવાની રાહ એ જોતો હતો અને ત્યાંજ