હવેલીનું રહસ્ય - 2

(37)
  • 3.1k
  • 3
  • 2k

લિપ્તા વ્યવસાયે કંપની સેક્રેટરી હતી. એ સામાન્ય પરિવારમાંથી આવતી હતી. એના પરિવારમાં ચાર સદસ્ય હતા : લિપ્તા પોતે, એનાથી ચાર વર્ષ નાનો ભાઈ લક્ષવ, એના મમ્મી હાર્દિબેન અને એના પપ્પા હેતાંશભાઈ. હેતાંશભાઈ બેંકમાં કેશિયરની નોકરી કરતા હતા અને હાર્દિબેન હાઉસવાઈફ હતા. હેતાંશભાઈ સ્વભાવે ઈમાનદાર અને કાર્યનિષ્ઠ. હાર્દિબેન હસમુખા અને બોલકાં. હેતાંશભાઈ અને હાર્દિબેનના આ ગુણો લિપ્તાને વારસામાં મળ્યા હતા. લિપ્તાનો ભાઈ લક્ષવ નાનો હોવાથી ઘરમાં સૌનો લાડકો હતો. એમાં પણ બહેન લિપ્તા તો એને ખૂબ જ લાડ લડાવતી. બંને ભાઈબહેનને ઘડીભર પણ એકબીજા વગર ન ચાલે. લિપ્તા જ્યારે કોઈ પણ કામે બહાર જાય ત્યારે