વાચકમિત્રો, ઘણા સમય પછી માતૃભારતી પર મળવાનું થયું છે, સૌ કુશળ હશો. આપના માટે આ નવી નવલકથા લઈને આવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે, આશા છે કે સૌને પસંદ આવશે.આર્યા અને અનિરુદ્ધ= આરુદ્ધ. એક રેખાએ જોડાયેલા બે વિરુદ્ધ ધ્રુવો. વધુ કંઈ નહીં કહું. વાંચવાની મજા બગડી જશે. ભાગ-૧ ઈબાદત કિયે એક અરસા હો ગયા, મેરા ખુદા જબસે હૈ બિછડ ગયા. . કેદારનાથના એ દુર્ગમ રસ્તે જઈ રહેલા તીર્થયાત્રીઓનું ધ્યાન એના તરફ ખેંચાયા વગર રહેતું નહીં. એના ગૂંચવાઈ ગયેલા લાંબા વાળ વડે તેનો મોટાભાગનો ચહેરો ઢંકાયેલો રહેતો. વાળમાંથી દેખાતી તેની આંખો