જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ – ૧ ગ્રોહોલ્સકી લીઝાને ભેટ્યો અને તેની પાતળી અને નખ કાપવાને કારણે ગુલાબી થઇ ગયેલી આંગળીઓને એક પછી એક ચૂમવા લાગ્યો અને પછી તેને સસ્તા રેશમી કપડા પર સુવડાવી દીધી. લીઝાએ પોતાનો એક પગ બીજા પગ પર ચડાવી દીધો અને પોતાના હાથ પોતાના માથાની પાછળ ભેરવી અને સુતી. ગ્રોહોલ્સકી તેની બાજુમાં મુકેલી ખુરશી પર બેઠો અને વાંકો વળ્યો. તે તેના આકર્ષણમાં સંપૂર્ણપણે રમમાણ થઇ ગયો હતો. તે તેને ખૂબ સુંદર લાગી રહી હતી, તેનામાંથી જાણેકે આથમતા સૂર્યના કિરણો નીકળી રહ્યા હોય તેવું તેને લાગી રહ્યું હતું. ખરેખર તો બારીની બહારથી