Broken_Heart

  • 2.3k
  • 811

બે યાર આટલો બધો શુ શરમાય છે ? આટલુ તો પેલી નેહા પણ નહીં શરમાતી હોય જેને તુ પ્રેમ કરે છે. તારા દિલમાં છુપાયેલી વાત ક્યાં સુધી મને જ કહ્યા કરીશ, હવે એકવાર નેહાને પણ કહીં દે. હુ તારી આ એક ને એક લવસ્ટોરીને સાંભળીને કંટાળી ગયો છુ યાર...અરીસા સામે બેઠેલા નિલ્યાની અંદર છુપાયેલો નિલેશ જાણે મોટા અવાજે બોલી રહ્યો હતો ને નિલ્યો એકદમ શાંત થઇને પોતાની અંદર બેઠેલા નિલેશની વાત સાંભળી રહ્યો હતો. નિલ્યો માં-બાપનો એકનો એક દિકરો હતો નાનપણથી જ શરમાળ હતો ને હંમેશા બધાથી અળગો રહેતો. માં-બાપને એમ કે જેમ મોટો થાશે એમ બધા જોડે ભળી જાશે