શ્રદ્ધા ની સફર - ૨

(22)
  • 3.3k
  • 2
  • 1.8k

પ્રકરણ-૨ શાળા ની સફર આજથી શ્રદ્ધા ના શાળાજીવનનો આરંભ થવાનો હતો. આજથી હવે એ જ્ઞાન ના માર્ગ તરફ પ્રથમ પગલું માંડવા ની હતી. ત્રણ વર્ષ ની શ્રદ્ધા નો આજે બાલમંદિર માં પ્રવેશ થવાનો હતો. હજુ હમણાં જ એણે મે મહિનામાં ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હતા અને અત્યારે જૂન મહિનામાં એ શાળા માં પ્રવેશ કરવાની હતી. નાનકડી શ્રદ્ધાનો શાળા નો પહેલો દિવસ હતો એટલે એના માતા પિતા બંને એને શાળાએ મુકવા આવ્યા હતા. અને એની બહેન નિત્યા તો શાળા માં ત્યાં જ ભણતી હતી એટલે કૃષ્ણકુમાર અને કુસુમબહેન ને શ્રદ્ધા ની થોડી ચિંતા ઓછી હતી. કારણ કે બંને જાણતાં હતા કે તેમની મોટી