રાત્રે વારાફરતી બધા જાગતા હતા. વહેલી સવારે ત્રણ સૈનિકો આવ્યા અને એક એક કેદીને પાંજરામાં થી બહાર કાઢી સાંકળો બાંધી લઈ જવા લાગ્યા. નુએન, નિયાબી અને ઓનીર પણ લપાતા છુપાતા એ લોકોની સાથે ચાલવા લાગ્યા. ધીરે ધીરે બધા ગુફામાં થી બહાર આવવા લાગ્યા. જેમ કેદીઓ બહાર આવતા એમ સૈનિકો પણ તેમની સાથે બહાર આવતા. નુએન અને નિયાબી પણ એક સાથે બહાર આવી ને આગળ ખસી ને સંતાઈ ગયા. ઓનીર બરાબર દેવીસિંહની પાછળ ચાલી રહ્યો હતો. એ મોકાની રાહ જોઈ રહ્યો હતો. જેથી એ દેવીસિંહને મુક્ત કરી શકે. જ્યાં સુધી દેવીસિંહ મુક્ત ના થાય ત્યાં સુધી કઈ કરવાનું નહોતું.આ તરફ આખી