પ્રિંસેસ નિયાબી - ભાગ 10

(27)
  • 4k
  • 1
  • 1.9k

મોઝિનો અને લુકાસા ના પાછા આવી જવાથી આજે નિયાબી અને ઓનીર ઘરે ગયા. કોહી પણ પાછો આવી ગયો હતો. નુએન: ઓનીર કઈ મળ્યું?બધા ઓનીર ના જવાબ માટે એની સામે જોવા લાગ્યાં.ઓનીર: કઈ જ નહિ. ત્યાં કઈ છે જ નહીં. મોઝિનો ના આખા ઓરડામાં ક્યાંય કોઈ કબાટ કે ગોખલો નથી. બધું ખુલ્લું છે. ઝાબી: તો પછી એ એનું ત્રિશુલ ક્યાં છુપાવતો હશે?ઓનીર: એ જ મને સમજ ના પડી. મેં ખૂબ બારીકાઈ થી જોયું. પણ મને ત્યાં કઈ મળ્યું નહીં.અસીતા: નિયાબી તને કઈ જાણવા મળ્યું?નિયાબી: વધુ કઈ નહિ બસ લુકાસા વિશે થોડું જાણવા મળ્યું. લુકાસા મોઝિનો ની ખૂબ નજીકની અને વુશ્વાસુ છે. એ કોઈપણ