લોકડાઉનનો અઢારમો દિવસ:મીરાંને ક્યારેય સપનામાં પણ એવો વિચાર નહોતો આવ્યો કે સુભાષ તેની સાથે આવું કરી શકે છે, સુભાષ માટે અત્યારે તેના મનમાં પ્રેમના બદલામાં ગુસ્સો ઉભરાઈ આવ્યો હતો, લોકડાઉનના હવે માત્ર ચાર દિવસ જ બાકી હતા અને આ ચાર દિવસમાં જ તેને કોઈ નિર્ણય પણ કરવાનો હતો જેના કારણે તેની ઉદાસીમાં વધારો થવા લાગ્યો હતો. શું કરવું તેને કઈ સમજાઈ રહ્યું નહોતું, આ સમયે તે કોઈની સલાહ પણ માંગી શકે એમ હતી નહિ, ના તેની નજીકમાં એવું કોઈ વ્યક્તિ હતું જેની પાસે આ વાત થઇ શકે, તેની મમ્મીને પણ તે જણાવી શકે એમ નહોતી, કારણ કે તેને ખબર હતી