હેપ્પી બર્થ ડે

(11)
  • 17.6k
  • 2
  • 1.8k

Happy Birthday to you“Happy Birthday to you, Happy Birthday to you, Happy Birthday to dear મોનિકા Happy Birthday to you, Happy Birthday to you, Happy Birthday to you, Happy Birthday dear અંશુલ, Happy Birthday to you.” મોનિકાએ ડબલ ફ્લોર કેક કાપીને પ્રથમ દોઢવર્ષના અંશુલને ખવડાવ્યો. આજે માં-દીકરાનો જન્મદિવસ હતો. “જ્યારથી અંશુલ જન્મ્યો છે દર વખતે પેલો કટકો એજ ખાય છે મને તો કોઈ પુછતુ જ નથી.” મિતેશે હળવી ટીખળ કરતા કહ્યું. “કેમ? તમને તમારા દીકરાથી જ જેલસી થાય છે?” મોનિકા એ પણ સામે જવાબ આપતા કહ્યું. બધા હસવા લાગ્યા. શહેરના છેડે આવેલી હાઉસિંગ સોસાયટીમાં આ પરિવાર આનંદથી જીવી રહ્યો હતો.