હેપ્પી બર્થડે વર્ષાબેન. વોશિંગ્ટનમાં કેપિટલ હિલ એટલે કે અમેરિકન સંસદની લાઈબ્રેરી ઑફ કોંગ્રેસ દુનિયાભરની સૌથી મોટી લાઈબ્રેરી છે અને એમાં ત્રણ હજારથી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે. લાઈબ્રેરી ઑફ કોંગ્રેસમાં દુનિયાની 460 ભાષાઓની 167 મિલિયન્સ (પોણા સત્તર કરોડ) જેટલી આઈટમ્સ છે. એ આઈટમ્સમાં 38 મિલિયન બુક્સ અને પ્રિન્ટેડ મટિરિયલ્સ, 8.1 મિલિયન મ્યુઝિક પીસીસ ઓફ મ્યુઝિક તથા 3.6 મિલિયન રેકોર્ડિંગ્સ 1.4 મિલિયન ફોટોગ્રાફ્સ, 70 મિલિયન મેન્યુ સ્ક્રિપ્ટ્સ અને ઉપરાંત 5.5 મિલિયન નકશાઓનો અને 122 મિલિયન નોનક્લાસિફાઈડ આઈટમ્સનો સમાવેશ થાય છે. આ બધી આઈટમ્સ લાઈબ્રેરી ઑફ કોંગ્રેસની ત્રણ ઇમારતોમાં હજારો શેલ્વ્ઝમાં ગોઠવાયેલી છે. એ આઈટેમ્સને એક લાઈનમાં મૂકવામાં આવે તો એની લંબાઈ