કોરેનટાઈન

(14)
  • 3.2k
  • 1k

રુક્મિ ખૂબ જ પરેશાન હતી. એનું જમવામાં આજે મન લાગતું નહોતું. સતત એક જ વિચાર અને એક જ વાત વારેવારે સતાવી રહી હતી. વરસો પહેલાં સાસુએ કરેલી વાત, એ ઘટનાનાં દ્રશ્યો, ભલે એણે જોયાં નહોતાં પરંતું એ શબ્દદ્રશ્યથી એ વ્યાકુળ થઇ જતી. હકીકત ઘટના પામી ગઈ હતી. હવે કદાચ એવાં પ્લેગની મહામારી જેવી ઘટના બને એ શક્ય નહોતું પણ સ્વાતિબેનને ત્યાં કામ કરતાં કરતાં ટીવીમાં સાંભળેલા સમાચારથી આવેલાં અનેક વિચારોએ એની શાંત જીન્દગીમાં તોફાન મચાવ્યું હતું. ચેન છીનવાઈ ગયું હતું. માંડ માંડ એ એનાં પતિ ભગાને સરકારી દવાખાનામાંથી સારું કરીને ઘરે લાવી હતી. બે વરસનો બાબો અને પાંચ વરસની