સફર સ્વપ્નથી હકીકત સુધીની - ભાગ 1

  • 3.2k
  • 1.3k

*સફર,સ્વપ્નથી હકીકત સુધીની* *ભાગ 1*કૃતાર્થ કાપડિયા ઉર્ફે કે.કે. આખી રાત જેલ માં રહ્યો પછી એની દોસ્ત શિવાની એને મળવા આવી.એ કે.કે.માટે એક તરફી લાગણી રાખતી હતી.4 વર્ષ થી કે.કે.ને મળી નહોતી.એને પરમનાં કૉલ થી ખબર પડી કે એનો દોસ્ત કે.કે.એક રૅપ કેસમાં ફસાયો છે અને જેલ માં છે.એને પહેલાં તો શૉક લાગ્યો. "કૃતાર્થ અને રૅપ?!! એ કૉલેજ માંકોઈ છોકરી સામે જોવા પણ રાજી નહોતો કેમકે એને પ્રખ્યાત મૉડેલ થવું હતું ,એનો ફોકસ ફક્ત એનું કેરિયર જ હતું. કૃતાર્થ અને એનો બેસ્ટ ફ્રેન્ડ પરમ રાઠોડ ગ્રેજ્યુએશન પૂરું કરી માયાનગરી મુંબઈ જતાં રહ્યાં હતાં. તો આ બધું શું અચાનક!