અડધી રાત વિતી ગઈ હતી. સોનપુરનો મહેલ ચાંદની રાતમાં ચમકી રહ્યો હતો. એ જૂનો જરૂર થઈ ગયેલો પણ એની રચના અને બાંધણી એવી હતી કે કોઈને પણ એની ભવ્યતા સ્પર્શ્યા વગર ના રહે. એના મૂળ માલિક રાજા કર્મવીરસિંહ તો ક્યારનાય એને વેચીને વિદેશમાં રહેવા જતા રહેલા અને હાલ આ મહેલ શહેરના ધનાઢય બિઝનેસ મેન કે.કે.દિવેટિયાની માલિકી હતો. કે.કે. પાસે જરાય સમય નહતો આ મહેલને જોવા આવવાનો, એમણે તો અહીંયા ભવિષ્યમાં આલીશાન રિસોર્ટ બનાવી શકાય એમ વિચારીને જ આ મહેલ લીધેલો પણ કે.કે.ના એકના એક લાડકા પુત્ર કબીરને આ મહેલ અને એનું લોકેશન ગમી ગયેલું.કબીર એક બિન્દાસ્ત જીવ હતો. દોસ્તો સાથે પાર્ટી