આગલા દિવસે રાતે અક્ષયનો મને કોલ આવ્યો"યાદ છે ને, કાલે આપણે મોડાસા જવાનું છે,ત્યાંથી એક-બે દિવસ આબુ જતા આવીએ એવું નક્કી કર્યું છે નીલ અને બધા મિત્રોએ" નીલ એટલે બે વર્ષ જુનિયર અમારો સ્કૂલ ફ્રેન્ડ."યાર હું બે-ત્રણ દિવસ માટે નહિ નીકળી શકું,મારે મોકટેસ્ટ છે""પણ મેં કહી દીધું છે કે હું ને સચિન આવીશું""આપણે ખાલી મોડાસા જવાની વાત થઈ હતી અને અત્યારે આમ અચાનક આબુની ટ્રીપ...હું સિરિયસલી નહિ આવી શકું""તો ખાલી મોડાસા તો જતા આવી""હા,સારું" સાંજે છ વાગ્યે ભરપેટ નાસ્તો કરીને,બાઇકમાં પેટ્રોલ પુરાવીને,ગુગલ મેપના સહારે અમે આણંદથી મોડાસા જવા નીકળ્યા.લગભગ સવા સો કિલોમીટરનો રસ્તો એટલે વચ્ચે બે-ત્રણ વોલ્ટ ફ્રેશ થવા