માં ગામડે નાના દીકરા સાથે રહેતી. દિવાળી કરવા તે મોટા દીકરા અમિત મે ત્યાં શહેરમાં આવી. વહુ માલતી આવકાર તો આપ્યો પણ બાજુનો રૂમ આપી એટલું કહી દીધું. તમને ખાવા પીવાનું મળી જશે બહુ બહાર ન આવવું ને કોઈ અવાજ પણ ન કરવો. માં બસ ચૂપચાપ એક નાના રૂમમાં પડી રહેતી. દિવસ પસાર કરવો તેના માટે વર્ષ પસાર કરવું બરાબર હતું. અમિત અને માલતી દિવાળી ની ખરીદી કરવા જઇ રહ્યા હતા. અમિત એ કહ્યું જલ્દી કર મારી પાસે ટાઈમ નથી એટલું કહીને બેડરૂમ માથી બીજા રૂમમાં ડોકિયું કર્યું જોયું તો માં એક ખૂણા માં બેઠી હતી. કઈ વિચાર કરીને પાછો