દિલ કા રિશ્તા - 10

(57)
  • 5.2k
  • 1
  • 2.1k

( મિત્રો આપણે આગળ જોયું કે કાવેરીબેન વિરાજ અને આશ્કાની મેરેજ ડેટ ફીક્સ કરે છે. અને આશ્કા માટે કપડાં અને ઘરેણાંની ખરીદી પણ કરી લે છે. હવે જોઈશું આગળ શું થાય છે.)આશ્કા આશ્રમમાં પહોંચે છે તો બધી છોકરીઓ એને ઘેરી વળે છે. અને જાત જાતના સવાલ પૂછે છે. આશ્કા તને સર ક્યાં લઈ ગયેલાં ? તને શું લઈ આપ્યું ? સરે તારી સાથે શું વાત કરી ? વગેરે વગેરે.. આશ્કા એમને બધી વાત કરે છે. અરે તમને શુ કહું. એ લોકો મને જે દુકાનમાં ઘરેણાં લેવાં લઈ ગયા હતાં એ એટલી ભવ્ય હતી કે ના પૂછો વાત. અરે એ દુકાનનો ગેટ