બંને સમય પર જ ત્યા પહોંચી ગઈ ત્યાર પછી લહેરને બધા મિત્રો બર્થડે વિશ કરતા હતા અને આટલી મોટી સફળતા મેળવવા માટે અભિનંદન પણ આપતા હતા આજની સાંજે એ જાણે એક રાજકુમારી હોય તેવુ તેને લાગતુ હતુ તેના બધાજ મિત્રો આવ્યા હતા રૂહાન પણ આવયો હતો પણ સમીર નહોતો આવ્યો આટલુ થયા બાદ પણ તેની આંખો એને શોધતી હતી આખરે એનો પહેલો પ્રેમ જો હતો એ. થોડીવારમા કેક કટિંગ માટે બધા ભેગા થયા. અને કેક કાપ્યા બાદ બધાએ સુંદર સુંદર ગીફટો લહેરને આપી.. તેના બોસ નીતીનભાઇ એ કહ્યુ કે હુ સૌથી છેલ્લે મારી ગીફટ આપીશ અને અંતે તે સમય આવી