ચરણ તણી રજ થાવું

  • 4.6k
  • 1.4k

ચરણ તણી રજ થાઉંમધ્ય રાત્રે સૌ નીંદર માણી રહ્યા હતા, ત્યારે હું જાગતો હતો. હૈયું વલોવાતું હતું. આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતા.ના, ..... મારે કોઈનું દેવું ચૂકવવાનું નથી. મારો જીવન વ્યવહાર સુખરૂપ ચાલે એટલો આર્થિક સંપન્ન હું છું. હું એક સીધો-સાદો, મધ્યમવર્ગનો, સરેરાશ આદમી છું. મારી પાસે મારે લાયક પદ છે, પદવી છે અને એક સામાન્ય વ્યક્તિ માટે જરૂરી એવાં સામાજિક આદર - સન્માન છે. મારે કોઈની સાથે વેર નથી. મારી કોઈ અસામાજિક, અનૈતિક, અયોગ્ય વૃત્તિ કે પ્રવૃત્તિ નથી. છતાંય મને ઊંઘ નથી આવતી.