બનારસ

  • 3.2k
  • 1.1k

ये है बनारस, सब रसो का रस। ये है बनारस। પેડલ રીક્ષા ચાલક વિઠ્ઠલ એની મસ્તી માં ઉપર ની પંક્તિ લલકારતો પેડલ રીક્ષા હાંકે જતો હતો. પેડલ ચાલુ રાખી ગાવામાં બ્રેક મારી ચાલકે પાછળ બેઠેલા એક વયોવૃદ્ધ પેસેન્જર ને પૂછ્યું 'સાબ આપ યહાઁ બનારસ મે પેહલી બાર આયે હો ક્યાં?' પાછળ બેઠેલા વૃદ્ધે બજાર, રોડ અને રસ્તામાં આવતા નાના-મોટા મંદિરો પસાર થતા જોતા ભારે વદને જવાબ આપ્યો 'નહિ, મે આજ દૂસરી બાર યહ આયા હું. પેહલી બાર કુછ પંદ્રહ સાલ પહેલે આના હુઆ થા.' અને ફરી પાછા વૃદ્ધ વિચારો માં મગ્ન થઇ ગયા. પણ રીક્ષા ચાલકે એની ઈંકવાયિરી ચાલુ રાખી