સંબંધ “ઓહો...આ તો પલકનો જ નંબર?!! ના,ના..મારી કૈક ભૂલ તો નથી થતી ને?”પલાશે ફરી ફરીને તપનનો સેલફોન તપાસ્યો....પલકનો જ નંબર જોઈ થોડો વખત આઘાતથી મગજ સુન્ન રહી ગયું..તરત જ કોલ ડીટેલમાં જી વધુ માહિતી મેળવવાની જીજ્ઞાસા પલાશ રોકી ન શક્યો.....જેમાં માહિતી મળી કે લગભગ છેલ્લા ૧૦ દિવસથી આ નંબર પર સતત,એક જ સમયે તપન નો ફોન પલકને જતો હતો...તે સમય પણ કેવો? જયારે પોતે ઘરે હાજર ન હોય તેવો –બપોરે ૩ આસપાસ....!! પલક-પલાશ અને તપન-તપસ્યાના ઘર સાવ બાજુમાં.બને ઘરો વચે મિત્રતા કહો કે ઘરોબો—છેલ્લા ૧૦ વર્ષોથી જાણીતી હતી..બહુ મોટી વસ્તી ન ધરાવતા ગામમાં આ ઘરોબો સહુ માટે