રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 12

(136)
  • 4.4k
  • 5
  • 2.1k

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:12 "મારાં અહીંથી માનસરોવરની યાત્રા માટે પ્રયાણ કરતાં જ રત્નનગરીનાં વહીવટીકર્તા તરીકેની જવાબદારી હું વીરાને સોંપુ છું. વીરા પોતાની કુશાગ્ર બુદ્ધિ અને નિર્ણયશક્તિનાં બળે રાજ્યનો વહીવટ ઉત્તમ રીતે નિભાવી શકશે એ વાતમાં કોઈ મીનમેખ નથી." રાજા અગ્નિરાજના આ શબ્દોની સૌથી પહેલી અસર અકિલા પર થઈ હોય એમ એ વિસ્મયમાં મુકાઈ ગયો. રત્નનગરીનાં સર સેનાપતિ હોવાનાં નાતે પોતાને જ રાજ્યનાં વહીવટની જવાબદારી સોંપવામાં આવશે એવી પ્રબળ આશા અકિલાને હતી. કુંભમેળામાં જ્યારે અગ્નિરાજ જવાનાં હતા ત્યારે પણ એમને અકિલાને જ આ જવાબદારી આપી હતી પણ એ વખતે અકિલાને કુંભમેળામાં જવાની ઈચ્છા હોવાથી એને આ જવાબદારી પોતાનાં ભાઈ આરાનને