રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 7

(129)
  • 4.2k
  • 12
  • 2.2k

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:7 પોતાને નામથી બોલાવનાર અને ધમકીભર્યા સુરમાં ચેતવણી આપનાર વ્યક્તિ આખરે કોણ હતો એ જોવા રુદ્રએ અવાજની દિશામાં પોતાની ગરદન ઘુમાવી. પોતાને નામથી બોલાવનાર વ્યક્તિનો ચહેરો જોતાં જ રુદ્ર એને ઓળખી ગયો. એ વ્યક્તિ એ જ હતો જેની રહસ્યમય હાજરી મેઘનાનાં શયનકક્ષ જોડે રુદ્રએ નોંધી હતી. પોતાનો પીછો કરનાર અને મેઘનાને મારી નાંખવાની કોશિશ કરનાર વ્યક્તિ એકબીજાનાં ભાઈ હોવાનું પણ રુદ્ર સમજી ચુક્યો હતો. હાથમાં ધારદાર તલવાર લઈને પોતાનાંથી માંડ સાત-આઠ દૂર ઊભેલા વ્યક્તિને રુદ્ર પગથી લઈને માથા સુધી અમુક ક્ષણો સુધી જોતો રહ્યો. "તને મારું નામ કઈ રીતે ખબર?" રુદ્રએ એ વ્યક્તિને ઉદ્દેશી આશ્ચર્ય સાથે