રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:4 "વીરા, આજથી એકાદ માસ પહેલા એવી ઘટના પ્રથમ વખત બની જેને મને અને મહારાજને ગુરુવરની વાત માનવા મજબૂત કરી મૂક્યાં. બન્યું એવું કે રાજકુમારી પોતાની સખી વૃંદ સાથે મહેલનાં ઝરૂખે બેઠી વાર્તાલાપ કરી રહી હતી એ સમયે અચાનક મહેલનાં ઝરૂખાનો પાયો હચમચી ઉઠ્યો અને થોડી જ ક્ષણોમાં ઝરૂખો નીચે પડ્યો." "રાજકુમારીનાં સદનસીબે એ અને એની સખીઓ છેલ્લી ઘડીએ ત્યાંથી ખસી ગઈ અને એમનો જીવ બચી ગયો. ભયાનક વાવાઝોડામાં પણ રત્નનગરીનાં મહેલનો એક કાંકરો હલે એમ નથી ત્યારે આ રીતે ઝરૂખાનાં પાયાનું આમ ધ્વસ્ત થઈ ગયું ઘણી વિસ્મયની વાત હતી.!" "આ પછી અહીં આવવાં નીકળ્યાં એનાં