રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 અધ્યાય:3 દોલત અને લોલાક દ્વારા રુદ્રને સૈનિકોનાં ઉતારામાં લઈ જવામાં આવ્યો ત્યારે ત્યાં મોજૂદ સૈનિકોનાં ચહેરા પર પોતાનાં માટે માન હોવાનું રુદ્રને જોતા જ સમજાઈ ગયું. પૃથ્વીલોક પર વાનુરાનાં મેદાનમાં વિજેતા બનતો યોદ્ધા મહાબળી હોવાનું બધાનું માનવું હતું. રત્નનગરીનાં સૈનિકો માટે જે પોશાક હતું એમાં લાલ રંગનું બખ્તર ઉપયોગ થતું હતું પણ અંગરક્ષક તરીકે રુદ્રને જે પહેરવેશ આપવામાં આવ્યો એમાં શ્યામરંગના બખ્તરની વચ્ચે લાલ રંગનો સૂર્ય બનેલો હતો. આ સાથે રુદ્રને અમુક ખાસ હથિયારો આપવામાં આવ્યાં. જેમાં એક બે ધારી તલવાર, પંચધાતુની ઢાલ, ચાંદીની ધારદાર કટાર અને નાના વિષેલા સોયાનો સમાવેશ થતો હતો. આ સોયાને એક