મલ્લિકાએ મોહીતને આશ્વસ્ત કરી દીધો કે હું એબોર્ટ નહીં કરાવુ. મોહીત ખૂબજ ખુશ થઇ ગયો. એણે કહ્યું તું એવું કરીજ ના શકે તને ખબર છે આપણાં પ્રેમની નિશાની છે આપણો અંશ છે જે મારો વંશ વધારશે... આપણી ભારતીય સંસ્કૃતિમાં મૃત્યુ પછીની ગતિ વંશ દ્વારા થાય છે હું આ બધામાં માનું છું... પણ એ પણ કહું કે સાચો પ્રેમ હોય સાચી પાત્રતા હોય તો... ઘણાં એવાં છે જેને કોઇ અંશ કે વંશ નથી હોતો એની ગતિ નહીં થતી હોય ? મલ્લિકા એને શાંત ચિત્તે સાંભળી રહી હતી... એ તરત જ બોલી કે હું આજ પૂછવાની હતી હવે કહે એ લોકોનું શું