લોકડાઉનનો તેરમો દિવસ:સુભાષના મનમાં હવે ચિંતાઓ વધી રહી હતી, એક તરફ સુરભી હતી તો બીજી તરફ મીરાં, સુરભી ઉપર પણ સુભાષને ઘણો જ વિશ્વાસ આવી ગયો હતો, એવું પણ કહી શકાય કે સુરભીએ સુભાષનો વિશ્વાસ જીતી લીધો હતો. અને તેના કારણે જ સુભાષે મીરાં સાથે તૂટતાં સંબંધમાં થીંગડું મારવાનો ક્યારેય પ્રયત્ન પણ નહોતો કર્યો, શૈલના જન્મ બાદ મીરાં પણ બદલાઈ ગઈ હતી, શરૂઆતનો થોડો સમય બાદ કરતા સુભાષે પણ માત્ર શૈલીના કારણે જ મીરાં સાથે એક ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. પોતાના દિલમાં દુખતી વાતો તે સુરભી સાથે સહજતાથી અભિવ્યક્ત કરી શકતો હતો. અને સુરભી જેમ બને તેમ સુભાષના નજીક આવવાના જ