વાર્તા ૨૦૨૦ એપ્રિલ શ્રધ્ધા અંધશ્રદ્ધા કર્તવ્ય

  • 4k
  • 1
  • 1.2k

વાર્તા ૨૦૨૦ એપ્રિલ અંશ્રધ્ધા ધશ્રદ્ધા કર્તવ્ય----------------------------- જિંદગી એક ક્ષણમાં મને બરફની જેમ પીગળતી લાગી રહી હતી. આંખ સામે અંધકારનો દરિયો ધેરાઈ વળ્યો હતો. મારી સામે ડૉ.મહેતા બેઠાં હતાં, મારી ડાબી તરફ ફેમીલી ડો.પરીખ બેઠાં હતાં.ડૉ.મહેતાએ રિપોર્ટની ફાઈલ ટેબલ પર મૂકી અને ધીમેથી એટલું જ કહ્યું , “ તમને કેન્સર છે.” હું આ સાંભળી ચોંકી ઊઠ્યો પણ સ્વસ્થ હતો.એકાદ ક્ષણ મૌન છવાઈ ગયું જે તીક્ષ્ણ નહોર જેવું હતું , પણ ડૉ.મહેતા માટે આવી ક્ષણો સામાન્ય હતી. તેમને આભાસી આશ્વાસન આપતાં સમજાવાનો પ્રયત્ન કર્યો, “ મિસ્ટર શાહ, આજનાં સમયમાં કેન્સર અસાધ્ય રોગ નથી.ગભરાવાની જરૂર નથી. આપણે શક્ય તેટલો ઈલાજ કરીશું.”“ સાહેબ, હું