એક સારી બુક વાંચવા મળી. પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ. સાધના પ્રકાશન. આપણે , હું ભણી ગએલો કે અગાઉ વાંચેલી ઘણી વાર્તાઓ. પણ તે વખતે, આશરે 40 કે 45 વર્ષ પહેલાં શહેરીઓ ગ્રામ્ય વાતો અતિ ગ્રામ્ય અને શહેરી વાતો પંડિતી કે નાગરી ભાષામાં વાંચવા ટેવાયેલા હશે. મેં તો લાયબ્રેરીમાં એવી જ બુક વેકેશનોમાં વાંચેલી.અહીં બે ચાર શહેરી વાતાવરણમાંની ને બાદ કરતાં બધી ગ્રામ્ય વાર્તાઓ છે પણ જે મને યાદ છે તેના કરતાં સંવાદો ઘણા એડિટ થયેલા છે અને વર્ણનો થોડાં સોફીસ્ટીકેટેડ છે. 'રંગ વાતો' કે કંકુ કે ભાથી ની વહુ વગેરે વાર્તાઓ મેં વાંચી ત્યારે સ્ત્રી પુરુષનું મનોરાજ્ય, દેહનું વર્ણન, લીલાઓ વગેરેનું જે