ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - ૮

(17)
  • 4.3k
  • 2
  • 1.6k

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખાભાગ-૮ - મીતલ ઠક્કરભારે વજન ઘટાડવા માટે આ સીરિઝમાં આપણે હળવા નુસ્ખા જોઇ રહ્યા છે. પણ એટલું યાદ રાખશો કે ભારે વજનને હળવાશથી લેશો નહીં. કેમકે આપણે જે વિચારીએ છીએ એનાથી વધારે નુકસાન આ વધુ વજનથી થઇ રહ્યું છે. હવે મોટાપો એ ભારતમાં પણ ઝડપથી બીમારી તરીકે ફેલાઇ રહ્યો છે. આર્થિક રીતે સંપન્નતા વધ્યા પછી બહારનું અને જંકફૂડનું વધુ પડતું સેવન એ માટે વધારે જવાબદાર ગણાય છે. ભોજન જરૂર કરતાં વધુ કરવામાં આવી રહ્યું છે એ કારણે શરીરમાં ચરબીનું પ્રમાણ વધી રહ્યું છે. ભોજન પર નિયંત્રણ જરૂરી બની ગયું છે. અને આજના જમનામાં માણસો ટેકનોલોજી પર આધારિત